નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Wednesday 2 January 2013


જાણો લોકાયુક્તની નિમણૂકના કેસમાં ક્યારે શું થયું?



ક્યારેક પલડું રાજ્ય સરકાર તરફ નમતું જણાતું
તો ક્યારેક રાજ્યપાલ તરફ
રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલ દ્વારા લોકાયુક્ત તરીકે જસ્ટિસ આર.એ. મહેતા (રિટાયર્ડ)ની લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી. તેમના દ્વારા થયેલી આ નિમણૂકને રાજ્ય સરકારે ગેરવ્યાબી ઠેરવી, તેને હાઈકોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં પડકારી. સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે ગુજરાતમાં રાજ્યપાલ દ્વારા કરાયેલી લોકાયુક્તની વરણીને વ્યાજબી ઠેરવવામાં આવી હતી.
આ પહેલા આ કેસમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા હતા, જેનાં કારણે ક્યારેક પલડું રાજ્ય સરકાર તરફ નમતું જણાતું હતું, તો ક્યારેક રાજ્યપાલ તરફ. અંતે બુધવારે સુપ્રીમ કોર્ટે આપેલાં ચુકાદામાં લોકાયુક્તની નિમણૂકને વ્યાજબી ઠેરવી હતી. આ સાથે જ આર.એમ. મહેતાને ગુજરાતના લોકાયુક્ત તરીકે નિમવા સામેનાં તમામ વિઘ્નો દુર થઈ ગયા.
ઓગસ્ટ, 2006 :જસ્ટિસ એસ. એમ. સોનીની ટર્મ પુરી થઈ, તેના ત્રણ વર્ષ પછી રાજ્ય સરકારે લોકાયુક્તની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરી. મુખ્યપ્રધાન મોદીએ જસ્ટિસ (રિટાયર્ડ) વ્યાસનું નામ સૂચવ્યું, જ્યારે વિરોધપક્ષના નેતાએ અન્ય નામ સૂચવ્યું. આ અંગે ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયધીશનો અભિપ્રાય માંગ્યો.  
ઓગસ્ટ 2006 : ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયધીશે જસ્ટિસ વ્યાસનાં નામની ઉપર મંજૂરીની મહોર મારીને આ ફાઈલ ગવર્નરને મોકલી આપી.
ફેબ્રુઆરી 2009 :કેટલાક પત્રાચાર પછી ગવર્નરે રાજ્ય સરકારને ફાઈલ પરત મોકલી દીધી. ગવર્નરના કહેવા પ્રમાણે, જસ્ટિસ વ્યાસે અન્યત્ર પદ સ્વીકારી લીધું છે અને ગુજરાત લોકાયુક્ત કાયદાની જોગવાઈ પ્રમાણે તેના ચેરમેન અન્ય કોઈ લાભનું પદ ધારણ ન કરી શકે.
સપ્ટેમ્બર 2009: ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અને મુખ્ય ન્યાયધીશ સાથે પરામર્શ કરીને વધુ એક નામ મોકલવા માટે ગવર્નરે મોદીને જણાવ્યું.
ફેબ્રુઆરી 2010 : મોદીએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક પત્ર લખ્યો અને વિનંતી કરી કે, લોકાયુક્તનાં પદ માટે ત્રણ નિવૃત્ત ન્યાયધીશોનાં નામો સૂચવે.
માર્ચ 2010: ગુજરાત સરકાર દ્વારા લોકાયુક્તની નિમણૂક સંદર્ભે ચર્ચા કરવા માટે નેતા વિરોધપક્ષને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ તેમણે એમ કહીને સમગ્ર પ્રક્રિયામાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો કે, રાજ્યમાં લોકાયુક્તની નિમણૂક કરવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારની કોઈ ભૂમિકા જ નથી.
માર્ચ 2010 : છેવટે રાજ્ય સરકાર દ્વારા ગવર્નરને નામો સૂચવવામાં આવ્યા.
મે 2010 : રાજ્યપાલે એમ કહીને આ ફાઈલ પરત મોકલી દીધી કે, તાજેતરનાં ચુકાદા પ્રમાણે, મુખ્ય ન્યાયધીશે માત્ર એક નામની જ ભલામણ કરવાની હોય છે.
ડિસેમ્બર 2010 : મુખ્ય ન્યાયધીશે ગુજરાત સરકારને માત્ર એક જ નામની ભલામણ કરી.
ફેબ્રુઆરી 2011 : રાજ્ય સરકારે મુખ્ય ન્યાયધીશને પત્ર લખીને જણાવ્યું કે નવા નામ પર વિચારણા કરીને પ્રક્રિયાને ધીમી કરવાને બદલે, રાજ્ય સરકાર દ્વારા સૂચવવામાં આવેલ નામનો સ્વીકાર કરવો જોઈએ, જેથી પ્રક્રિયા ઝડપી બને. શા માટે આમ કરવું જોઈએ, તે અંગે પણ રાજ્ય સરકારે જણાવ્યું.
જુન 2011 : રાજ્ય સરકાર દ્વારા અન્ય એક નામની ભલામણ કરવામાં આવી
જુન 2011 : મુખ્ય ન્યાયધીશ દ્વારા સૂચવવામાં આવેલું નામ શા માટે સ્વીકાર્ય નથી, તે અંગે વિવરણ આપતો પત્ર મોદીએ લખ્યો.
ઓગસ્ટ 2011 :રાજ્યપાલ દ્વારા જસ્ટિસ (રિટાયર્ડ) મહેતાની નિમણૂક કરી દેવામાં આવી અને આ મતલબનું વોરન્ટ કાઢ્યું.
ઓગસ્ટ 2011 : રાજ્ય સરકારે આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી અને ગવર્નરને પ્રતિવાદી બનાવ્યા. જો કે, હાઈકોર્ટની સૂચના પછી તેમાંથી ગવર્નરનું નામ કાઢી નાખવામાં આવ્યું. બંધારણની જોગવાઈ પ્રમાણે, રાજ્યપાલને પ્રતિવાદી બનાવી ન શકાય.
ઓક્ટોબર 2011 : ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ અકીલ કુરૈશી અને જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની ખંડપીઠે ખંડિત ચુકાદો આપ્યો. જસ્ટિસ કુરૈશીએ નિમણૂકને ગેરવ્યાજબી ઠેરવી, જ્યારે જસ્ટિસ કુરૈશીએ વ્યાજબી ઠેરવી. ખંડિત ચુકાદાના પગલે ત્રીજા જ્જને આ કેસ સોંપવામાં આવ્યો
જાન્યુઆરી 2012 : જસ્ટિસ વી.એમ. સહાયે લોકાયુક્તની નિમણૂકને વ્યાજબી ઠેરવી અને મોદી વિરૂદ્ધ કડક ટિપ્પણી કરી અને તેમને આડે હાથ લીધા.
જાન્યુઆરી 2013 : સુપ્રીમ કોર્ટે જસ્ટિસ આર.એ. મહેતાની નિમણૂંકને બંધારણીય ઠેરવી. ઉચ્ચતમ અદાલતે ઠેરવ્યું કે, રાજ્યપાલે રાજ્યનાં પ્રધાનમંડળની સલાહ પ્રમાણે, જ વર્તવાનું હોય છે. પરંતુ ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક વ્યાજબી છે, કારણ કે આ માટે ગુજરાત હાઈકોર્ટના મુખ્યન્યાયધીશ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જોકે ગુજરાત હાઈકોર્ટે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે જે અવલોકનો કર્યા હતા, તેને કાઢી નાખવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment