11 નવેમ્બર શિક્ષણ દિવસે કેન્દ્ર સરકારે આકાશ-2 ટેબલેટ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે . રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિ ટેબલેટને જનતા સમક્ષ પ્રદર્શિત કરશે. બધા જ કેન્દ્રીય મંત્રીઓ તરફથી મળેલી સારી પ્રતિક્રિયાના કારણે માનવ સંસાધન મંત્રાલય ઉત્સાહિત છે અને આ ટેબલેટની લોન્ચની તૈયારીમાં લાગી ગયુ છે.
આકાશ-2ને વિદ્યાર્થીઓ સમક્ષ લાવતા પહેલા કેટલાક મહત્વના લોકો જોડેથી આ ટેબની ફિડબેક લેવાની યોજના બનાવી હતી, જેના કારણે કેન્દ્રના મંત્રીઓ અને બધા જ રાજયના મુખ્યપ્રધાનોને બે-બે ટેબલેટ મોકલવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સિનિયર અધિકારી ના જણાવ્યાં અનુસાર કેન્દ્રના બધા જ મંત્રીઓની ફિડબેક આવી ગઈ છે. પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીઓની ફિડબેક આવવાની બાકી છે. સરકાર આ ટેબલેટ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપશે. source : sandesh
No comments:
Post a Comment