નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Tuesday, 19 February 2013






સફળ ઇન્ટરવ્યુ માટે સોનેરી સૂચનો
.ચહેરો હસતો અને પ્રફૂલ્લિત રાખો.
.અવાજ સ્પષ્ટ અને મોટો રાખો.
.પૂછે તેનો જ જવાબ આપો.
.જવાબ ટૂંકો અને મુદ્દાસર આપો.
.ઉતાવળથી ખોટો જવાબ ન આપો.
.વિચારીને સાચો જવાબ આપવા પ્રયત્ન કરો.
.જવાબ સમજાય તેવો આપો.
ઇન્ટરવ્યુમાં આનંદ અનુભવો
કેટલાક ઉમેદવારો ઇન્ટરવ્યુ વખતે શિથિલ (nervous) થઇ જતા હોય છે. આ લખાણ પણ ખાસ તેમને ઉદ્દેશીને જ છે.
શું પૂછાશે એવી ભવિષ્યની ચિંતા દૂર કરો. મનને સ્વસ્થ અને પ્રફૂલ્લિત રાખો. તમારી સ્વાભાવિકતા અને સાહજિકતા જાળવી રાખો. ઘરમાં વડીલો સાથે વાત કરતા હોઇએ એવી આ વાતચીત જ છે. તેથી તે રીતે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ઇન્ટરવ્યુ આપો. બાકી બધું ઇશ્વર પર છોડી દો. તે તમારી સાથે છે અને તમારી સંભાળ રાખે છે એવો વિશ્વાસ રાખો.

No comments:

Post a Comment