નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક બ્લોગ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ના અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ બ્લોગ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે ... @@સુવિચાર @@ માણસ જ્યાં સુધી બીન સ્પર્ધાત્મક વાતાવરણમાં હોય છે ત્યાં સુધી આળસુ,ઢીલો અને શુષ્ક રહે છે પણ જેવું વાતાવરણ બદલાઈને સ્પર્ધાત્મક થાય છે તેવો તે તરવરતો અને જીવંત બની જાય છે. પડકાર માણસને જીવંત બનાવે છે માટે પડકારથી ડરો નહીં, તેનો સામનો કરો. .

Wednesday, 2 January 2013


જાણો છો...કોણ છે ગુજરાતના નવા લોકાયુક્ત 

જસ્ટિસ મહેતા?

ગુજરાતના લોકાયુક્તપદે રિટાયર્ડ જસ્ટિસ આર. એ. મહેતાની નિમણૂંકને સુપ્રીમ કોર્ટે 
બહાલી આપી છે. રાજ્યપાલ દ્વારા હોદ્દાની રૂએ તેમની નિમણૂંક કરવામાં આવી હતી. 
સ્વાભાવિક રીતે જ લોકોમાં તેમના અંગે જાણવાની ઉત્સુકતા વધી છે.

સુપ્રીમનાં ચુકાદા અંગે શું કહેવું છે જસ્ટિસ મહેતાનું ?
સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પછી રિટાયર્ડ જસ્ટિસ આર. એ. મહેતાએ પત્રકારો સાથે વાતચીત
 કરી હતી. તેમના કહેવા પ્રમાણે, દરેક રાજ્યમાં લોકાયુક્ત હોવા જોઈએ અને તેમની ભ્રષ્ટાચાર
 સામેની લડાઈ તેમની પ્રાથમિક્તા છે. 
જસ્ટિસ મહેતાએ જણાવ્યું હતું કે, આ બાબત કોર્ટમાં હતી, એટલે તેમણે અત્યારસુધી કશું કહ્યું ન હતું 
અને અત્યારે પણ તેમણે કશું કહેવાનું નથી. પદગ્રહણ ક્યારે કરશે? તેવા સવાલનાં જવાબમાં કહ્યું
 હતું કે, " તેમને કોઈ આઈડિયા નથી. કદાચ રાજ્ય સરકાર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં
 આવશે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી સરકારનું વર્તમાન વલણ તેમના માટે કોઈ બાધારૂપ બનશે.
 તેમણે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટનો વિજય ઠેરવ્યો હતો અને ઉમેર્યું હતું કે, મુખ્ય ન્યાયધીશનો
 અભિપ્રાય હંમેશા બિનરાજકીય હોય છે.આ સિવાય સુપ્રીમ કોર્ટના ચુકાદા પર કોઈપણ પ્રકારની
 ટિપ્પણી કરવાનો તેમણે ઈન્કાર કરી દીધો હતો.
સુપ્રી મ કોર્ટે જસ્ટિસ મહેતાને તેમની કામગીરી શરૂ કરી દેવા માટે લીલી ઝંડી આપી દીધી છે.(d.bhaskr)

No comments:

Post a Comment