Pages

Wednesday, 1 May 2013


ગુજરાત દુનિયાને આ રીતે આપશે 70,000 ઇ- બુક્સની ગિફ્ટ

70000 ગુજરાતી પુસ્તકો આવી જશે તમારા ખીસામાં
- ઇ બુક્સ પ્રોજેક્ટ માટે સરકારે એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી ગીધી છે.
- સ્કેન ગુજરાતી ઇ-બુકસ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાશે
- ગુજરાતી વાંચકોની તિવ્ર માંગને લઇ રાજ્ય સરકારનો પ્રયાસ
- ગાંધીનગર, વડોદરા તથા મહેસાણાની જાહેર લાઇબ્રેરીઓમાં સ્કેનીંગ કામગીરી હાથ ધરાશે


ગુજરાતી વાંચકોને ગુજરાતી પુસ્તકો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવાં રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧ કરોડનાં ખર્ચે લગભગ ૭૦ હજાર પુસ્તકોની ડીઝીટાઇઝેશન કરાશે. પુસ્તકોનાં સ્કેનીંગની આ કામગીરી માટે ગાંધીનગર, વડોદરા તથા મહેસાણાની લાઇબ્રેરીઓ પસંદ કરવામાં આવી છે.
ડ્રિમ પ્રોજેક્ટ અંગે શું કહે છે, મોદી...
ઇ પુસ્તકો અંગે વાત કરતાં, મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવનારો સમય ઇ પુસ્તકોનો હશે. હવે બધાં પાસે મોબાઇલ અને ટેબ આવી ગયા છે. મોટા ભાગના યુવાનો ઇન્ટરનેટ પરથી માહિતી મેળવવાનું વધુ પસંદ કરે છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે લાખો ઇ પુસ્તકો ધરાવતી ઇ લાયબ્રેરીઓ તમારી એક ક્લિક કે આંગળીના એક ઇશારે ખુલશે અને માહિતીનો દરીયો તમારી સામે ખુલ્લો મુકશે. આમ અમદાવાદ ખાતે નેશનલ બુક ફેરના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીઓ જણાવ્યુ હતું.
ઇન્ટરનેટનાં વધતા જતાં વપરાશની સાથે સાથે ઇ-બુકસનું ચલણ વધી રહ્યું છે. પરંતુ ગુજરાતી પુસ્તકો ડીઝીટાઇઝેશનનાં અભાવે ઇ-બુકસની દૂનિયામાં પ્રવેશી શક્યાં નથી. અંગ્રેજી તથા હિન્દી સહિત વિશ્વની વિવિધ ભાષાનાં પુસ્તકોની ઇન્ટરનેટ પર ઉપલબ્ધીની સાથે સાથે ગુજરાતી ઇ-પુસ્તકોની માંગ પણ વધી રહી છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ દ્રારા પણ ગુજરાતી પુસ્તકોને ઇ-બુકસ સ્વરૂપે ઉપલબ્ધ તેવી તિવ્ર ઇચ્છા રહી છે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ૭૦ હજાર જેટલાં ગુજરાતી પુસ્તકોને ઇ-બુકસ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાં રૂ. ૧ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

No comments:

Post a Comment